KUTCH કલેક્ટર અનિલ રાણાવસિયાની અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, પ્રજાલક્ષી પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે અધિકારીઓને સૂચના

Share:

KUTCH કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાની અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, પ્રજાલક્ષી પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે અધિકારીઓને સૂચના

KUTCH કચ્છ કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને ભુજ કલેક્ટર કચેરી ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કચ્છના ધારાસભ્યો તથા જનપ્રતિનિધિઓ દ્વારા વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. કલેક્ટરશ્રીએ તમામ પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને આંતરિક સંકલન કરી કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી.

KUTCH કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે લોકહિતને પ્રાથમિકતા આપી વિકાસ કામોમાં ઝડપ લાવવા અને પ્રજાના પ્રશ્નોનું સમયસર નિરાકરણ લાવવું જરૂરી છે. જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવતા પ્રશ્નોને ગંભીરતાથી લઈ સંબંધિત વિભાગો વચ્ચે સંકલન જાળવીને તેનો ઉકેલ લાવવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

KUTCH ધારાસભ્યો દ્વારા વિવિધ પ્રશ્નોની રજૂઆત

ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલે નખત્રાણા તાલુકાના નિરોણા તથા બીબર ગામના ખેડૂતોની જમીન સંબંધિત પ્રશ્નો સહિતના મુદ્દાઓ રજૂ કર્યા હતા.

અબડાસા ધારાસભ્યશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ દયાપર ખાતે સરકારી કોલેજનું કામ, જાબરી-તલ લૈયારી ખાતે ડેમ નિર્માણ, નખત્રાણા બાયપાસની કામગીરી, કોઠારામાં APMC માર્કેટ યાર્ડ શરૂ કરવા, ખીરસરા (રોહા) અને ખીરસરા (નેત્રા)ના ખેડૂતોના રજિસ્ટ્રેશન, 66 KV વીજ સબ સ્ટેશન, જમીનવિહોણા વિચરતી જાતિના લોકોને જમીન ફાળવણી, ગૌચર અને સાંથણીની જમીન, વિદ્યાર્થીઓ માટે નિયમિત ST સેવા, આંગણવાડી તેમજ ખેડૂતોને વળતર સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા.

જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી મંજુલાબેન ચાવડાએ વિવિધ યોજનાઓની અરજીઓના નિકાલ, પાલરધુના વિસ્તારના સંરક્ષણ, ખેડૂતોના પ્રશ્નો, જળસ્ત્રોતોના ડીસિલ્ટિંગ, સિંચાઈના કામો, ખનીજ ઉત્ખનન, સાંથણીની જમીન તથા જમીન માપણી-રેકર્ડ સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા.

KUTCH સફાઈ, રખડતા પશુઓ અને વિકાસ કામોની સમીક્ષા

કલેક્ટરશ્રીએ અધિકારીઓને ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં સફાઈ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા, મિલકતોની આકારણી કરી રેકર્ડ પર લેવા અને રખડતા પશુઓને પકડવાની કામગીરી ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવા સૂચના આપી હતી.

આ ઉપરાંત જિલ્લામાં ગામતળ તથા પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન કેન્દ્રો કાર્યરત કરવા આયોજન, સબ સ્ટેશન તથા નવા બની રહેલા ડેમની કામગીરીની સમીક્ષા સહિત વિવિધ વિકાસલક્ષી કામોમાં ઝડપ લાવવા પણ સૂચના આપવામાં આવી હતી.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ એસ.પી.શ્રી વિકાસ સુંડા, પૂર્વ કચ્છ એસ.પી.શ્રી સાગર બાગમાર, નિવાસી અધિક કલેક્ટરશ્રી પાર્થ કોટડીયા, અધિક કલેક્ટરશ્રી પ્રણવ વીઠાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પરીખ સહિત કચ્છ વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें