Gujarat News ગુજરાતભરની હોસ્ટેલ-કેન્ટીનમાં આરોગ્ય વિભાગની સ્પેશ્યલ ડ્રાઇવ: 200 સ્થળે તપાસ, 61 ઇમ્પ્રુવમેન્ટ નોટિસ

Share:

Gujarat News ગુજરાતભરની હોસ્ટેલ-કેન્ટીનમાં આરોગ્ય વિભાગની સ્પેશ્યલ ડ્રાઇવ: 200 સ્થળે તપાસ, 61 ઇમ્પ્રુવમેન્ટ નોટિસ

Gujarat News સુરતની ફૂડ પોઇઝનિંગની ઘટના બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના આદેશથી કાર્યવાહી, 114 ખાદ્ય નમૂના લેવાયા, 10 હોસ્ટેલ-કેન્ટીન સ્વયંભુ બંધ અને 1 લાયસન્સ સસ્પેન્ડ

Gujarat News ગાંધીનગર: સુરતના અબ્રામા વિસ્તારમાં પી.પી. સવાણી શાળાની હોસ્ટેલમાં 13 સપ્ટેમ્બર, 2026ના રોજ બનેલી ફૂડ પોઇઝનિંગની ઘટનાને પગલે રાજ્ય સરકારે ગંભીરતા દાખવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના આદેશ બાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સમગ્ર રાજ્યમાં હોસ્ટેલ અને કેન્ટીનની તપાસ માટે સ્પેશ્યલ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે.

તા. 14 સપ્ટેમ્બર, 2026ના સવારે 6 વાગ્યા સુધી રાજ્યભરમાં કુલ 200 હોસ્ટેલ અને કેન્ટીનની તપાસ કરવામાં આવી હતી. જેમાં 47 સરકારી, 21 અર્ધસરકારી અને 132 ખાનગી સંસ્થાઓનો સમાવેશ થાય છે.

Gujarat News તપાસ દરમિયાન ખોરાકની ગુણવત્તા, સ્વચ્છતા અને હાઇજેનિક પરિસ્થિતિ સહિતના મુદ્દાઓની ચકાસણી કરવામાં આવી હતી. નિયમોના ઉલ્લંઘન બદલ કુલ 61 ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી છે. જ્યારે ખાદ્ય પદાર્થોના કુલ 114 નમૂના લેવામાં આવ્યા છે.

Gujarat News ગંભીર કક્ષાની અસ્વચ્છતા અને અનહાઇજેનિક પરિસ્થિતિ જણાતા 10 હોસ્ટેલ-કેન્ટીન સ્વયંભુ બંધ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત એક સંસ્થાનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

સુરતના અબ્રામા વિસ્તારમાં બનેલી ફૂડ પોઇઝનિંગની ઘટનામાં આશરે 100 જેટલા વિદ્યાર્થીઓ અસરગ્રસ્ત થયા હતા. આ ઘટનાને પગલે રાજ્યભરની હોસ્ટેલ અને કેન્ટીનમાં પીરસવામાં આવતા ખોરાકની ગુણવત્તા તથા સ્વચ્છતાની ચકાસણી માટે આ ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે.

Gujarat News ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર, ભેળસેળ કરનાર તેમજ કાયદા વિરુદ્ધ પ્રવૃત્તિઓમાં સંકળાયેલા લોકો સામે આગામી સમયમાં પણ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Gujarat News : મુખ્ય આંકડા:

તપાસ કરાયેલી હોસ્ટેલ/કેન્ટીન: 200

સરકારી: 47

અર્ધસરકારી: 21

ખાનગી: 132

ઇમ્પ્રુવમેન્ટ નોટિસ: 61

ખાદ્ય નમૂના: 114

સ્વયંભુ બંધ: 10

લાયસન્સ સસ્પેન્ડ: 1

 વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें