માંડવીમાં પર્યુષણ મહાપર્વ નિમિત્તે ભવ્ય સ્નાત્ર મહોત્સવનું આયોજન

Share:

માંડવીમાં પર્યુષણ મહાપર્વ નિમિત્તે ભવ્ય સ્નાત્ર મહોત્સવનું આયોજન

Mandvi News માંડવીના શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ દ્વારા પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની ધાર્મિક પરંપરા અંતર્ગત ભવ્ય સ્નાત્ર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમ તા. 4 ઓક્ટોબર, રવિવારના રોજ સવારે 8:30 કલાકે શીતલ-પાર્શ્વ જિનાલય સ્થિત કલાપ્રભસૂરી આરાધના ભવન ખાતે યોજાશે.

આ કાર્યક્રમ પ.પૂ. સાધ્વીશ્રી દિવ્યગીરાશ્રીજી મ.સા. આદિ ઠાણા-3ની પાવન નિશ્રામાં યોજાનાર છે. પર્યુષણ મહાપર્વ દરમિયાન ભગવાનની આરાધના અને ભક્તિનું વિશેષ મહત્વ હોવાથી સ્નાત્ર મહોત્સવને ધાર્મિક ભાવના સાથે વિશિષ્ટ રીતે આયોજિત કરવામાં આવ્યો છે.

સ્નાત્ર મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાલિકાઓ દ્વારા 14 સપનાનું નૃત્ય, 56 દીકકુમારીકાઓ દ્વારા વિશેષ નૃત્ય તથા અન્ય ભક્તિમય રજૂઆતો આકર્ષણનું કેન્દ્ર બનશે. સાથે જ ભગવાનના ફઈબા, માસીઓ તેમજ બહેનના સ્વરૂપે ભક્તિભાવ સાથે ધાર્મિક વિધિઓમાં જોડાવાનો ભાવિકોને અવસર મળશે.

કાર્યક્રમમાં 64 ઈન્દ્ર દ્વારા ભગવાનનો મહાઅભિષેક કરવામાં આવશે. આ ધાર્મિક પ્રસંગના દર્શન અને ભક્તિનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં જૈન સમાજના ભાવિકો ઉપસ્થિત રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ તથા પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જૈન સમાજના ભાવિકોને રવિવારે સમયસર સ્નાત્ર મહોત્સવમાં ઉપસ્થિત રહી ધાર્મિક લાભ લેવા અનુરોધ કર્યો છે.

આ ઉપરાંત ગુરુભક્ત પરિવાર તરફથી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા તમામ ભાવિકોની વિશિષ્ટ અનુમોદના કરવામાં આવશે.

પર્યુષણ મહાપર્વની પવિત્ર ભાવનાને અનુરૂપ યોજાનાર આ સ્નાત્ર મહોત્સવમાં ધાર્મિક ભક્તિ, આરાધના અને સામૂહિક શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળશે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें