ડોટર્સ ડે નિમિત્તે માંડવીમાં 28 વિદ્યાર્થીનીઓનું સન્માન, કોમ્પ્યુટર કોર્ષના સર્ટિફિકેટ એનાયત

Share:

ડોટર્સ ડે નિમિત્તે માંડવીમાં 28 વિદ્યાર્થીનીઓનું સન્માન, કોમ્પ્યુટર કોર્ષના સર્ટિફિકેટ એનાયત

Mandvi News ડોટર્સ ડે નિમિત્તે માંડવીમાં દીકરીઓને શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે પ્રોત્સાહિત કરતું સેવાકીય આયોજન કરવામાં આવ્યું હતું. અનુમોદના ટ્રસ્ટ દ્વારા સેવા મંડળ ખાતે ચલાવવામાં આવતા કોમ્પ્યુટર ક્લાસમાં કોર્ષ પૂર્ણ કરનાર આશરે 28 વિદ્યાર્થીનીઓને સરકાર માન્ય સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કરવામાં આવી હતી.

મૂળ માંડવીના અને હાલ અમેરિકામાં સ્થાયી થયેલા દાતા ડો. ધીરજભાઈ શાહના સૌજન્યથી અનુમોદના ટ્રસ્ટ દ્વારા સેવા મંડળ ખાતે ટોકન ફી સાથે કોમ્પ્યુટર ક્લાસ ચલાવવામાં આવે છે. આ તાલીમના માધ્યમથી વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરનું પ્રાથમિક તથા ઉપયોગી જ્ઞાન મેળવવાની તક મળી રહી છે.

વિદ્યાર્થીનીઓનું વિશેષ સન્માન

ડોટર્સ ડેના અવસરને યાદગાર બનાવવા માટે કોર્ષ પૂર્ણ કરનાર 28 જેટલી વિદ્યાર્થીનીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવેલી ફી પરત કરવામાં આવી હતી અને પ્રોત્સાહનરૂપે બોલપેન આપી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ, ટ્રસ્ટી ચંદ્રસેનભાઈ શાહ, દિનેશભાઈ એમ. શાહ, જયેશભાઈ શાહ, વિનયભાઈ ટોપરાણી, આરતીબેન જાડેજા અને દિપકભાઈ સોની સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે વિદ્યાર્થીનીઓને સર્ટિફિકેટ તથા સન્માન આપવામાં આવ્યું હતું.

દાતાશ્રીઓએ પાઠવી શુભેચ્છાઓ

આ કાર્યક્રમ દરમિયાન ભુજથી નીતિનભાઈ શાહ અને લક્ષ્મીકાંતભાઈ શાહ, જ્યારે માંડવીથી ભગવતીપ્રસાદભાઈ મોથારાઈ અને ભાવીનભાઈ શાહ દ્વારા વિદ્યાર્થીનીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

દીકરીઓને શિક્ષણની સાથે કોમ્પ્યુટર જેવી આધુનિક કૌશલ્ય તાલીમ મળે અને તેઓ ભવિષ્યમાં આત્મનિર્ભર બની શકે તે દિશામાં આવા પ્રયાસો મહત્વપૂર્ણ બની રહ્યા છે. ડોટર્સ ડેના દિવસે વિદ્યાર્થીનીઓને સર્ટિફિકેટ અને પ્રોત્સાહન આપી કરવામાં આવેલું આ સન્માન કાર્યક્રમ ઉપસ્થિત સૌ માટે પ્રેરણાદાયી બન્યો હતો.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें