માંડવીમાં નવપદજીની શાશ્વતી ઓળી પૂર્ણ થતાં પારણા મહોત્સવ યોજાયો, 837 ભાવિકોએ કરી આયંબિલ તપની આરાધના

Share:

માંડવીમાં નવપદજીની શાશ્વતી ઓળી પૂર્ણ થતાં પારણા મહોત્સવ યોજાયો, 837 ભાવિકોએ કરી આયંબિલ તપની આરાધના

Mandvi News કચ્છના માંડવી શહેરમાં જૈન સમાજના પાંચેય ગચ્છની આસો માસની નવપદજીની શાશ્વતી ઓળીની આરાધના પૂર્ણ થતાં મંગળવારે જૈનપુરી ખાતે પારણા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દસ દિવસ સુધી ચાલેલી આ ધાર્મિક આરાધનામાં કુલ 837 ભાવિકોએ આયંબિલ તપ કરીને ધર્મલાભ લીધો હતો

સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં યોજાયો મહોત્સવ

 

માંડવીની જૈનપુરીના એ.સી. હોલમાં 17 ઓક્ટોબરથી શરૂ થયેલી નવપદજીની શાશ્વતી ઓળી 26 ઓક્ટોબરના રોજ નિર્વિઘ્ને પૂર્ણ થઈ હતી. ત્યારબાદ 27 ઓક્ટોબરના રોજ સવારે 8 વાગ્યે સાધ્વીજી ભગવંતોની પાવન નિશ્રામાં પારણા મહોત્સવ યોજાયો હતો.

 

આ ધાર્મિક આયોજન પ.પૂ. સાધ્વીજી ભગવંત શ્રી દિવ્યગીરાશ્રીજી મ.સા., પ.પૂ. સાધ્વીજી ભગવંત શ્રી મહાપદ્માગુણાશ્રીજી મ.સા. તથા હંસાબાઈ અને પિયુષાબાઈ મહાસતીજીની નિશ્રામાં સંપન્ન થયું હતું. આ કાર્યક્રમનું આયોજન માતૃશ્રી જડાવબેન કાનજીભાઈ ઠાકરશી પરિવારના દાતૃત્વથી કરવામાં આવ્યું હતું.

 

દસ દિવસમાં 837 ભાવિકોએ કરી તપની આરાધના

 

આયોજન દરમિયાન પાંચેય ગચ્છના કુલ 837 ભાવિકોએ આયંબિલ તપની આરાધના કરી હતી. આ સમયગાળામાં આયંબિલ તપની કુલ 81 ઓળી પૂર્ણ થઈ હતી. તપના આરાધકોને વિવિધ દાતાશ્રીઓ તરફથી કુલ રૂ. 2,700ની પ્રભાવના અર્પણ કરવામાં આવી હતી.

આ ઉપરાંત સ્વર્ગસ્થ કુસુમબેન કિરણકુમાર વાડીલાલ સંઘવી પરિવાર તરફથી પણ રૂ. 50ની પ્રભાવના કરવામાં આવી હતી. પરિવારના વતી પૌત્ર અંશ અને પૌત્રીઓ વ્રીતિ, યશસ્વી તથા આરવીએ આ યોગદાન આપ્યું હતું.

સાધ્વીજી ભગવંતોએ સમજાવ્યું આયંબિલ તપનું મહત્વ

પારણા મહોત્સવ દરમિયાન સાધ્વીજી ભગવંતોએ આયંબિલ તપનું ધાર્મિક મહત્ત્વ સમજાવ્યું હતું. સાથે જ માંડવીના જૈન સમાજમાં જોવા મળતી એકતા અને સહકારની ભાવનાને બિરદાવી હતી.

 

આ સમગ્ર ધાર્મિક આયોજનની વ્યવસ્થા માંડવી બે-નાતના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહે સંભાળી હતી. દાતા પરિવાર ઉપરાંત લહેરીભાઈ શાહ, નલીનભાઈ પટવા, જીગરભાઈ સંઘવી, અજીતભાઈ પટવા, નિખીલેશભાઈ ભંડારી અને વિરલભાઈ શાહે સહયોગ આપ્યો હતો. હરીશબેન, પ્રતીક કિરણભાઈ શાહ અને કિરીટભાઈ શાહે પણ આયોજનમાં સહભાગી બની સેવા આપી હતી.

 

આયંબિલની રસોઈ બનાવનારનું સમ્માન

આયંબિલ તપ દરમિયાન ભોજનની વ્યવસ્થા સંભાળનાર રસોઈયા રમેશ મહારાજનું સન્માન કરવામાં આવ્યું હતું. તપના આરાધકોને ભોજન પીરસવાની સેવામાં પાંચેય ગચ્છના ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

 

આ પ્રસંગે ધાર્મિક આરાધના, તપ, સેવા અને સામૂહિક સહકારના માધ્યમથી માંડવીના જૈન સમાજમાં એકતાનો સંદેશ જોવા મળ્યો હતો.

આ અંગેની માહિતી માંડવી તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે આપી હતી.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें