વડોદરામાં ડો. બાબાસાહેબ આંબેડકર મેમોરિયલ મ્યુઝિયમનું લોકાર્પણ

Share:

વડોદરામાં ડો. બાબાસાહેબ આંબેડકર મેમોરિયલ મ્યુઝિયમનું લોકાર્પણ

વડોદરા ના ફતેગંજ વિસ્તારમાં નવનિર્મિત ડો. બાબાસાહેબ આંબેડકર મેમોરિયલ મ્યુઝિયમનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું. ડો. બાબાસાહેબ આંબેડકરના જીવન, સંઘર્ષ અને સામાજિક સમાનતાના સંદેશને નવી પેઢી સુધી પહોંચાડવાના ઉદ્દેશથી આ મેમોરિયલનું નિર્માણ કરવામાં આવ્યું છે.

લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેમોરિયલના નિર્માણ કાર્ય સાથે સંકળાયેલા શ્રમયોગીઓને સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત તેમણે કમાટી બાગ સ્થિત સંકલ્પ ભૂમિ ખાતે ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

ડો. બાબાસાહેબ આંબેડકરના જીવનનો મહત્વપૂર્ણ સમયગાળો વડોદરા શહેર સાથે જોડાયેલો છે. આ ઐતિહાસિક સ્થળની નજીક રાજ્ય સરકાર દ્વારા રૂ. 25 કરોડથી વધુના ખર્ચે મેમોરિયલનું નિર્માણ કરવામાં આવ્યું છે.

મેમોરિયલમાં ડો. બાબાસાહેબ આંબેડકરના જીવન, તેમના સંઘર્ષ, વિચારો અને સામાજિક સમાનતા માટેના યોગદાનને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें